ડિઝાઇન, પ્રૂફ, પ્રિન્ટિંગ અને ડિલિવરી અંગેની સૂચનાઓ
કામ યોગ્ય રીતે અને સમયસર તૈયાર થાય તે માટે ઓર્ડર આપતાં પહેલાં નીચેની સૂચનાઓ વાંચશો.
📋૧. ઓર્ડરની વિગતો
કામની સાઇઝ, નંગ, કાગળ કે મટિરિયલ, ફિનિશિંગ અને કઈ તારીખે કામ જોઈએ છે તે શરૂઆતમાં જણાવશો. જૂનું કામ ફરી કરાવવાનું હોય તો અગાઉનો નમૂનો કે ફાઇલ મોકલીને જરૂરી ફેરફારો સ્પષ્ટ લખશો.
🖼️૨. ડિઝાઇન માટેનું લખાણ, ફોટા અને લોગો
નામ, સરનામું, મોબાઇલ નંબર અને અન્ય લખાણ શક્ય હોય ત્યાં સુધી ટાઇપ કરીને મોકલશો. ફોટા અને લોગો મૂળ ગુણવત્તામાં મોકલશો. WhatsApp પર મોકલતી વખતે Document વિકલ્પનો ઉપયોગ કરશો.
📝૩. પ્રૂફ મોકલવાનો સમય અને સુધારા
સંપૂર્ણ લખાણ, ફોટા અને ઓર્ડરની વિગતો મળ્યા પછી ડિઝાઇનનો પ્રૂફ ક્યારે મોકલાશે તે જણાવીશું. સુધારા હોય તો શક્ય હોય ત્યાં સુધી એકસાથે લખીને મોકલશો. સુધારેલો પ્રૂફ મળ્યા પછી આખી ડિઝાઇન ફરી ચકાસશો.
✓૪. પ્રૂફ ચકાસણી અને અંતિમ મંજૂરી
નામ, જોડણી, તારીખ, વાર, સમય, સ્થળ, મોબાઇલ નંબર, ફોટા અને સાઇઝ ખાસ ચકાસશો. QR કોડ કે લિંક હોય તો સ્કેન કરીને અથવા ખોલીને તપાસશો. બધું બરાબર હોય ત્યારે WhatsApp પર “પ્રિન્ટ માટે મંજૂર છે” લખીને મોકલશો. પ્રિન્ટિંગ અંતિમ મંજૂર પ્રૂફ મુજબ થશે.
🎨૫. ડિઝાઇન અને પ્રિન્ટના રંગો
મોબાઇલ કે કમ્પ્યુટરની સ્ક્રીન પર દેખાતા રંગો અને CMYK પ્રિન્ટના રંગોમાં થોડો ફરક આવી શકે છે. કાગળનો મૂળ રંગ અને મેટ કે ગ્લૉસી ફિનિશ પણ રંગના દેખાવ પર અસર કરે છે. બ્રાન્ડ કલર, લોગો કે જૂના નમૂના સાથે રંગ ખાસ મળતો જોઈએ તો ઓર્ડર આપતી વખતે જણાવશો, જેથી આખો જથ્થો છાપતાં પહેલાં ટેસ્ટ પ્રિન્ટ અંગે નક્કી કરી શકાય.
₹૬. એડવાન્સ પેમેન્ટ
ઓર્ડર આપતી વખતે કુલ ઓર્ડર રકમના ૫૦% એડવાન્સ પેમેન્ટ તરીકે ચૂકવવા જરૂરી છે.
🔒૭. પ્રૂફની મંજૂરી અને ઓર્ડરની પુષ્ટિ
આપની અંતિમ પ્રૂફની મંજૂરી મળતાં જ ઓર્ડર કન્ફર્મ ગણાશે. ત્યારબાદ કોઈપણ સંજોગોમાં ઓર્ડર રદ કરી શકાશે નહીં.
✎૮. મંજૂરી પછીના ફેરફારો
મંજૂરી આપ્યા પછી કોઈ સુધારો ધ્યાનમાં આવે તો તરત જાણ કરશો. કામ કયા તબક્કે છે તેના આધારે સુધારો શક્ય છે કે કેમ તે જણાવીશું. ફરી ડિઝાઇન કે પ્રિન્ટિંગ કરવું પડે તો તેનો વધારાનો ખર્ચ અને લાગતો સમય જણાવીશું.
📦૯. તૈયાર કામની ડિલિવરી
પ્રૂફ મોકલવાનો સમય અને તૈયાર કામની ડિલિવરીનો સમય અલગ છે. અંતિમ પ્રૂફ મંજૂર થયા બાદ પ્રિન્ટિંગ અને ફિનિશિંગને ધ્યાનમાં રાખીને ડિલિવરીની અંદાજિત તારીખ જણાવીશું. સુધારા કે મંજૂરી મોડાં મળે તો ડિલિવરીની તારીખ આગળ જઈ શકે છે. લગ્ન કે કાર્યક્રમનું કામ હોય તો જરૂરી તારીખ ઓર્ડર આપતી વખતે જ જણાવશો. કુરિયર હોય તો મોકલવાની તારીખ અને પહોંચવાનો અંદાજ અલગથી જણાવીશું.